Ψ 3 નો સંગમ ψ
અદ્યાત્મના ક્ષેત્રમાં ૩ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહત્વના છે। સાધનાના ક્ષેત્રમાં ૩ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ નાડીઓનું યોગદાન જરુરી છે। સમયના પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળ, વતઁમાન અને ભવિષ્યકાળનું સંયોજન બધા જ ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. ત્રયોગુણ વિભાગમ શ્રીમદ ભગવદ ગીતાએ સત્વગુણ્ રજોગુણ અને તમોગુણની વિશદ ચર્ચા કરી છે. માણસને દૈહિક, દૈવિક અને ભૌતિક એમ ૩ દુઃખો કાયમ સતાવે છે.
ધનની દાન, ભોગ અને નાશ - એમ ૩ સ્થિતિ શાસ્ત્રોમાં કહી છે.
માનવ જાતિના ૩ ભાગ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ.
પ્રાણાયામમાં પુરક, કુંભક અને રેચક.
વ્રુક્ષોમાં પવિત્ર — બીલી, પીપળો અને આસોપાલવ.
૩ નદીઓનો સંગમ - ગંગા, જમના અને સરસ્વતી.
હિંદુ ધર્મનું શ્રેષ્ઠ ઓળખચિહ્ના - ઓમ - અ - ઉ - મ.
કલ્યાણનું સુત્ર - સત્યમ્, શિવમ અને સુંદરમ્.
ત્રિગુણાત્મક સર્જનો - દેવો, દાનવો અને માનવ.
ગીતામાં યોગ - કર્મયોગ, ગ્યાનયોગ અને ભક્તિયોગ.
No comments:
Post a Comment