Showing posts with label Ψ 3 નો સંગમ ψ. Show all posts
Showing posts with label Ψ 3 નો સંગમ ψ. Show all posts

Ψ 3 નો સંગમ - ૨ ψ

Ψ 3 નો સંગમ - ૨ ψ

3 અવસ્થા –બાળપણ– યુવાની– ઘડપણ

3 અઘ્ર્યઁ –પુષ્પ –પત્ર –જળ

3 અઘ્યયન — અભ્યાસ– શ્રવણ — મનન

3 અંતઃકરણ –મન –બુદ્ધિ –અહંકાર

3 અયોનિજા –સીતા– દ્રૌપદી– લક્ષ્મી

3 અત્રિપુત્રો –દત્તાત્રેય –ચન્દ્ર –દુર્વાસા

3 અગ્નિ –ગાહઁપત્ય– અન્વાહાર્ય– આહવનીય

૩ અંતઃકરણ દોષ– મળ–વિક્ષેપ–આવરણ

૩ અભાવ–વાયુરુપ–વંઘ્યાપુત્ર–સસાસિંગ

૩ આકર્ષણ — વ્રતિજન્ય — શરીરજન્ય — બુદ્ઘિજન્ય

૩ આનંદ –વિષયાનંદ–વાસનાનંદ–બ્રહ્માનંદ

૩ આહાર –વનસ્પતી (અન્ન)–માંસાહાર–ફળાહાર

૩ ઉપાસના — કર્મોપાસના–ગ્યાનોપાસના–આત્મોપાસના

૩ એષણા–વિત્તેષણા–લોકેષણા–દારેષણા

૩ ઈર્ષ્યા — આસુયા–ઈર્ષ્યા–માત્સર્ય

૩ કાળ — ભૂતકાળ — વર્તમાનકાળ–ભવિષ્યકાળ

૩ કર્મ — ક્રિયમાણ–સંચિત–પ્રારબ્ધ

૩ કાશીરાજ કન્યા — અંબા –અંબાલીકા–અંબિકા

૩ કરણ — મન –વચન–કાયા

૩ કારણભૂત — કર્તા -કર્મ –કરણ

૩ ક્રિયાયોગ — તપ–સ્વાઘ્યાય–ઈશ્વરપ્રણિધાન

Ψ 3 નો સંગમ -1 ψ

Ψ 3 નો સંગમ ψ

અદ્યાત્મના ક્ષેત્રમાં ૩ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહત્વના છે સાધનાના ક્ષેત્રમાં ૩ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ નાડીઓનું યોગદાન જરુરી છે સમયના પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળ, વતઁમાન અને ભવિષ્યકાળનું સંયોજન બધા જ ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. ત્રયોગુણ વિભાગમ શ્રીમદ ભગવદ ગીતાએ સત્વગુણ્ રજોગુણ અને તમોગુણની વિશદ ચર્ચા કરી છે. માણસને દૈહિક, દૈવિક અને ભૌતિક એમ ૩ દુઃખો કાયમ સતાવે છે.

ધનની દાન, ભોગ અને નાશ - એમ ૩ સ્થિતિ શાસ્ત્રોમાં કહી છે.

માનવ જાતિના ૩ ભાગ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ.

પ્રાણાયામમાં પુરક, કુંભક અને રેચક.

વ્રુક્ષોમાં પવિત્ર — બીલી, પીપળો અને આસોપાલવ.

૩ નદીઓનો સંગમ - ગંગા, જમના અને સરસ્વતી.

હિંદુ ધર્મનું શ્રેષ્ઠ ઓળખચિહ્ના - ઓમ - અ - ઉ - મ.

કલ્યાણનું સુત્ર - સત્યમ્, શિવમ અને સુંદરમ્.

ત્રિગુણાત્મક સર્જનો - દેવો, દાનવો અને માનવ.

ગીતામાં યોગ - કર્મયોગ, ગ્યાનયોગ અને ભક્તિયોગ.